લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતીય બોલર ભુવનેશ્વર કુમારના પિતાનું 63 વર્ષની વયે મેરઠમાં નિધન થયું

ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારના પિતા કિરણપાલ સિંહનું 63 વર્ષની વયે મેરઠમાં નિધન થયું હતું.જેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.આમ તેઓ કેન્સર સામેની લડાઈ હાર્યા જેમાં તેમણે કીમોથેરાપી પણ કરાવી હતી.આમ 2 અઠવાડિયા પહેલાં તેમની તબિયત બહુ બગડી ગઈ હતી.ત્યારે તેમણે ગંગાનગર સી-પોકેટ નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.આમ તેમના પિતા પોલીસ વિભાગમાં હતા અને તેમણે વીઆરએસ લીધી હતી. પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ મેરઠ અને મુઝફ્ફરનગરમાં ફરજ બજાવતા હતા.