લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / નવા શ્રમ કાયદામાં ફેરફાર થઈ શકે છે, સપ્તાહમાં 4 દિવસ કામ કરવાનું,બાકી આરામ કરવાનો રહેશે

નવા શ્રમ કાયદા અંતર્ગત કર્મચારીઓ માટેના કામના કલાકોને ખૂબ જ લચીલા બનાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.જે અંતર્ગત કર્મચારી પાસેથી એક સપ્તાહ દરમિયાન મહત્તમ 48 કલાક કામ કરાવવામાં આવે તેવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.જેમાં જો કોઈ કર્મચારી સપ્તાહમાં 4 દિવસમાં 48 કલાક કામ કરી લે એટલે કે રોજના 12 કલાક કામ કરે તો તેને બાકીના 3 દિવસ રજા આપી શકાય છે.

આમ દરરોજ કામના કલાકોની સીમા વર્તમાન સમયમાં 8 કલાક છે તેને વધારીને 12 કલાકની કરવાની રહેશે.આમ કેન્દ્રીય શ્રમ સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે,કર્મચારીઓ માટે સપ્તાહ દરમિયાન મહત્તમ 48 કલાક સુધી જ કામ કરવાની મર્યાદા નક્કી કરવામાં આવશે.આમ આ સિવાય કંપનીઓને એવી છૂટ અપાઈ શકે છે કે તે કર્મચારીઓની મંજૂરીથી પોતાના દૈનિક કામના કલાકોમાં ફેરબદલ કરી શકે.આમ જો કોઈ કર્મચારી ઈચ્છે તો એક જ દિવસમાં 10 થી 12 કલાક કામ કરે અને સપ્તાહના 6 દિવસ કામ કરવાને બદલે 4 થી 5 દિવસમાં જ પોતાનો ટાર્ગેટ પૂરો કરી શકે છે.જેમાં તેમને વચ્ચે ઈન્ટરવલનો પણ સમાવેશ થાય છે.

આમ વર્તમાન સમયના નિયમો જોઈએ તો તેમાં 8 કલાકના વર્કિંગ અવરમાં કાર્ય સપ્તાહ 6 દિવસનું હોય છે.જ્યારે એક દિવસનો અવકાશ મળે છે.આમ આ પ્રસ્તાવ પ્રમાણે કોઈ વ્યક્તિ ઓછામાં ઓછા અડધા કલાકના ઈન્ટરવલ વગર સતત 5 કલાકથી વધારે કામ નહીં કરે તેમજ કર્મચારીને સપ્તાહના બાકીના દિવસે પેડ લીવ એટલે કે સાપ્તાહિક અવકાશ આપવામાં આવશે.આમ ચંદ્રાએ જણાવ્યું હતું કે, શ્રમ અને રોજગાર મંત્રાલય ટૂંકસમયમાં જ 4 લેબર કોડના નિયમોને અંતિમ સ્વરૂપ આપશે.