લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / એલ.પી.જી સિલિન્ડરની કિંમતમા રૂ.25નો વધારો કરવામા આવ્યો

પેટ્રોલિયમ કંપનીઓએ મહિનાના પ્રથમ દિવસે જ રાંધણ ગેસની કિંમતોમાં વધારો કરી દીધો છે. જેમા સબસિડી વગરના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં રુ.25નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 19 કિગ્રાના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો કરવામા આવ્યો છે.આમ આ ભાવવધારા સાથે દિલ્હીમા 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરની કિંમત 884.5 રૂપિયા થઈ ગઈ છે,જ્યારે 19 કિગ્રાના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1,693 રૂપિયા થઈ ગઈ છે. જેમા પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની પહેલી અને 15મી તારીખે રાંધણગેસની કિંમતોની સમીક્ષા કરે છે.આ અગાઉ 1 જુલાઈના રોજ તેલ કંપનીઓએ રાંધણગેસના સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો.