લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આવતીકાલથી મોઢેરા સૂર્યમંદિર પર્યટકો માટે ઓનલાઇન-ઓફલાઈન ટીકીટની સુવિધા સાથે ખુલશે

સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે રોગ વધુ ન ફેલાય તેના ભાગરૂપે સરકાર દ્વારા જાહેર સ્થળો ઉપર પ્રવાસીઓની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી હતી.જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં આવેલુ મોઢેરા સૂર્યમંદિર પણ એક માસ સુધી બંધ કરવાની ફરજ પડી હતી.આમ એક માસ બાદ મોઢેરાનું સૂર્યમંદિર પર્યટકો માટે ખુલ્લું મુકવામાં આવી રહ્યું છે.ત્યારે સૂર્યમંદિરમાં કોરોના ગાઈડલાઈન પ્રમાણે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે.જેને લઈ ખાસ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.જેમાં મંદિર પરિસરમાં સેનેટાઇઝરનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.જેથી આવતીકાલે જે પણ પ્રવાસી મંદિરમાં આવે તેને પ્રથમ મંદિરના મુખ્ય ગેટ પાસે થર્મલ ગન અને સેનેટાઇઝરથી ચેક કરી પ્રવેશ આપવામાં આવશે.આ સિવાય મંદિરમાં પ્રવેશ માટે ઓનલાઇન તેમજ ઓફલાઈન ટીકીટની સુવિધા પણ કરવામાં આવી છે.