Error: Server configuration issue
મધ્યપ્રદેશમાં સ્કુલ આગામી 1 ફેબ્રુઆરીથી ખુલી જશે.જેમાં ધો.1 થી 12 સુધી 50 % ક્ષમતા સાથે શાળાઓ સંચાલિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં રહેણાંક શાળાઓ અને છાત્રાલયો પણ 50% ક્ષમતા સાથે ખોલવામાં આવી શકશે.મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બે દિવસ પહેલા કહ્યુ હતુ કે સ્કુલ ખોલવાનો નિર્ણય ચિકિત્સા નિષ્ણાંતો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ કરવામાં આવશે.મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસ સતત ઓછા થઈ ગયા છે.એવામાં સ્કુલ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં નવેમ્બરમાં સરકારે 100% ક્ષમતા સાથે સ્કુલ ચલાવવાનો નિર્ણય કર્યો હતો.જે બાદ જ્યારે જાન્યુઆરીમાં કોરોના કેસ વધવા લાગ્યા ત્યારે સરકારે પીછેહઠ કરી હતી અને 15 થી 31 જાન્યુઆરી સુધી તમામ સ્કુલ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved