તૌકતે વાવાઝોડાની તારાજી બાદ ‘યાસ’ નામના વાવાઝોડાનું જોખમ સર્જાયું છે.ત્યારે અગમચેતીના ભાગરૂપે અનેક રાજ્યોએ સાવચેતીના પગલા ભરવાની શરૂઆત કરી છે.આમ આ પહેલા તૌકતે વાવાઝોડાએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે કહેર વર્તાવ્યો હતો.ત્યારે ભારતીય હવામાન વિભાગે આગામી 26 મેના રોજ યાસ વાવાઝોડું ઓડિશા-પશ્ચિમ બંગાળના કિનારેથી પસાર થશે તેવી આશંકા વ્યક્ત કરી હતી. જેના કારણે ઓડિશા સરકારે રાજ્યના 30 પૈકીના 14 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દીધું છે.તેમજ રાજ્ય સરકારે ભારતીય નૌસેના અને ભારતીય તટરક્ષક દળને સ્થિતિનો સામનો કરવા સજ્જ રહેવાનો આગ્રહ કર્યો હતો.આમ ઓડિશાના મુખ્યસચિવ એસ.સી મોહપાત્રાએ વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક બાદ જણાવ્યુ હતું કે,જો યાસ વાવાઝોડાનો રાજ્ય પર કોઈ પ્રભાવ પડશે તો રાજ્ય સરકારે કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે કમર કસી લીધી છે.આ સિવાય કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ,ઓડિશા,તામિલનાડુ,પશ્ચિમ બંગાળ અને આંદામાન નિકોબાર દ્વીપસમૂહને સ્વાસ્થ્ય કેન્દ્રો પર આવશ્યક દવાઓ અને સંસાધનોનો ભંડાર સુનિશ્ચિત કરવા કહ્યું છે.જેથી યાસ વાવાઝોડા દરમિયાન ઈમરજન્સીની સ્થિતિનો સામનો થઈ શકે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved