લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના ઓરિસ્સા,બંગાળમાં તબાહી મચાવ્યા બાદ યાસ વાવાઝોડાએ ઝારખંડમા પ્રવેશ કર્યો

ચક્રવાતી વાવાઝોડુ યાસ ઓરીસ્સા અને પશ્ચિમ બંગાળમાં તબાહી મચાવ્યા બાદ હવા અને વરસાદની સાથે ઝારખંડની સીમામાં પહોંચ્યું છે. ત્યારે વાવાઝોડાના કારણે કોલ્હાન વિસ્તારમાં 90 કીલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાવાની આશંકા છે.આમ પશ્ચિમ બંગાળ અને ઓરીસ્સામા યાસ વાવાઝોડાએ જોરદાર ઉત્પાત મચાવતા વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા માર્ગો ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા.તેમજ ઓરીસ્સાના બાલાસોર અને કયોઝર જીલ્લામાં 2 લોકોના વાવાઝોડાથી મોત થયા હતા.આમ આ બન્ને જિલ્લા સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે.આમ વાવાઝોડાને લઈને ભારે વરસાદ અને દરિયાનું પાણી ભરાઈ જવાથી તટીય ક્ષેત્રોના 128 જેટલા ગામોમાં પાણી ભરાઈ ગયા છે.આમ આ પરીસ્થિતિમાં ઓરીસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અસરગ્રસ્ત પરીવારોને 7 દિવસની રાહતસામગ્રી આપવાની જાહેરાત કરી હતી.તેમજ વાવાઝોડા બાદ આપતી વ્યવસ્થાપન દળોએ રેસ્કયુ ઓપરેશન શરૂ કરી દીધા છે.

વિશાખાપટ્ટનમથી ભારતીય નૌસેનાની 7 ટીમોએ પશ્ચિમ બંગાળના દીધા,ફ્રાસેર્ગજ અને ડાયમંડ હાર્બરમાં રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યુ હતું.આ સિવાય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના પુસલિયા,નાદીમ,મુર્શિદાબાદ,હાવડામાં ભારે વરસાદની આગાહી કરી છે.વાવાઝોડાને લઈ લોકોને આગામી 24 કલાક ઘરમાં રહેવાનું કહ્યું છે.આમ અત્યારસુધીમાં 10 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે.ત્યારે વાવાઝોડાના ખતરાને જોતા કોલ્હાન ક્ષેત્રના પૂર્વી સિંહભૂમ,સરાયકેલા,પશ્ચિમી સિંહભૂમ,બોકાસા સિવાય ખુંટી અને પશ્ચિમી સિંહભૂમ જિલ્લાના નીચલા ક્ષેત્રોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.