લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં વિજેતા ટીમને 11.71 કરોડ,જ્યારે રનર્સ અપને 5.85 કરોડનું ઈનામ આપવામાં આવશે

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે આગામી 18 થી 22 જૂન સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ફાઈનલ મુકાબલો રમાશે.જેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલે જાહેરાત કરી છે કે ચેમ્પિયન બનનારી ટીમને 11.71 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે,જ્યારે રનર્સઅપ ટીમને 5.85 કરોડ રૂપિયા આપવામાં આવશે.આ સાથે ચેમ્પિયન ટીમને ગદા પણ આપવામાં આવશે.આ સિવાય આઈસીસીએ કહ્યું કે જો મેચ ડ્રો રહે અથવા વરસાદને કારણે રમત સંભવ નથી બની શકતી તો બન્ને ટીમોને 8.78 – 8.78 કરોડ આપવામાં આવશે. ટેસ્ટ ચેમ્પિયનશીપની મેસ (ગદા) ફાઈનલ મેચ જીતનારી ટીમને મળશે.આ સિવાય ટેસ્ટ ચેમ્પિયનશીપની રેસમાં ત્રીજા સ્થાને રહેનારી ઓસ્ટ્રેલિયાની ટીમને 3.29 કરોડ રૂપિયા આપવામાં આવશે જ્યારે ચોથા સ્થાને રહેનારી ઈંગ્લેન્ડને 2.56 કરોડ રૂપિયા આપવામાં આવશે અને પાંચમા સ્થાને રહેનારી પાકિસ્તાનને 1.46 કરોડ રૂપિયા આપવામાં આવશે.તેમજ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો રહેલી વેસ્ટ ઈન્ડિઝ,સાઉથ આફ્રિકા અને શ્રીલંકાને 73 લાખ રૂપિયા આપવામાં આવશે.