દર વર્ષે ડેંગ્યુના કારણે શહેરોમાં હજારો લોકો બીમાર પડતા હોય છે.ત્યારે વધતા જતા શહેરીકરણથી ડેંગ્યુનો ખતરો પણ વધી રહ્યો હોવાનુ કહેવાયુ છે.આમ દિલ્હીના નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મલેરિયા રિસર્ચના સંશોધકોના કહેવા મુજબ ડેંગ્યુનો વાઇરસ મચ્છરો દ્વારા ફેલાય છે.તેમાં પણ શહેરોમાં તેનુ પ્રમાણ વધી રહ્યુ છે.આમ દુનિયાભરમાં વધી રહેલા શહેરીકરણથી 3.5 અબજ લોકો ડેંગ્યુની જપેટમાં આવે તેવી શક્યતાઓ છે.
આમ નેગેટિવ ટ્રોપિકલ ડિસિઝ નામના જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચમાં સંશોધકોએ કહ્યુ છે કે નળના પાણીના કારણે ડેંગ્યુ વધારે ફેલાઈ રહ્યો છે.જેમાં પાણીની ગુણવત્તામાં સુધારો કરવામાં આવે તો ડેંગ્યુનુ પ્રમાણ ઘટાડી શકાય છે.
આમ માદા એડિઝ મચ્છર એક વખતમાં 100 થી 125 ઈંડા મુકે છે.જેને લાર્વા કહેવામાં આવે છે.ડેંગ્યુના લાર્વા સાફ પાણીમાં ઉછેરાય છે અને વહેતા પાણીમાં તે જોવા મળતા નથી. મચ્છરના કરડયા બાદ ચાર થી સાત દિવસમાં ડેંગ્યુ થતો હોય છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved