પશ્ચિમ રેલવે ઇન્દોર-પૂણે વચ્ચે આગામી 18 મે થી 30 જૂન દરમિયાન સમર સ્પેશિયલ ટ્રેન દોડાવશે.જે ટ્રેન નં-09324 ઇન્દોર-પૂણે ઇન્દોરથી ગુરૂવાર સવારે 11:25 વાગ્યે ઉપડશે અને શુક્રવારે વહેલી સવારે 3:10 વાગ્યે પૂણે ખાતે પહોંચાડશે.ત્યારે આ ટ્રેનને 18 મેથી 29 જૂન દરમિયાન દોડાવાશે અને ટ્રેન નં-09323 પૂણે-ઇન્દોર ટ્રેન શુક્રવાર સવારે 5:10 વાગ્યે ઉપડશે જ્યારે શુક્રવાર રાત્રે 11:55 કલાકે ઇન્દોર ખાતે પહોંચાડશે.જે પૂણે-ઇન્દોર ટ્રેનનું દેવાશ,ઉજ્જેન જંક્શન,નાગદા જંક્શન,રતલામ,ગોધરા,વડોદરા,સુરત,વલસાડ,વાપી, વસઇ રોડ,કલ્યાણ અને લોનાવાલા સ્ટેશન બંનેબાજુ સ્ટોપેજ અપાયું છે.આ ઉપરાંત ટ્રેન નં 09419 અમદાવાદ-તિરૂચિરાપલ્લીની ટ્રિપ આગામી 1 જૂન થી 29 જૂન સુધી લંબાવવામાં આવશે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved