લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વેસ્ટ વિન્ડિઝ સામેની શ્રેણી માટે ભારતની વનડે અને ટી-20 ટીમ જાહેર કરાઇ

ભારતીય ક્રિકેટ બોર્ડે રોહિતની કેપ્ટન્સી હેઠળની વિન્ડિઝ સામેની વનડે અને ટી-20 શ્રેણી માટેની ટીમની જાહેરાત કરી છે.જેમાં ઈજામાંથી સાજા થયેલા સ્પિનર કુલદીપ યાદવને વન ડેમાં તક આપવામાં આવી છે,જ્યારે અક્ષર પટેલને ટી-20 ટીમમાં સ્થાન અપાયું છે.આ સિવાય દીપક હૂડાને પણ સૌપ્રથમ વખત વનડેમાં સમાવવામાં આવ્યો છે.આમ ભારત-વિન્ડિઝ વચ્ચેની વનડે શ્રેણીની તમામ મેચો અમદાવાદમાં રમાવાની છે અને શ્રેણીનો પ્રારંભ આગામી 6 ફેબ્રુઆરીથી થશે. જે પછી 9 અને 11 ફેબ્રુઆરીએ વનડે રમાશે,જ્યાર પછી 16,18 અને 20 ફેબ્રુઆરીએ ટી-20 શ્રેણીની મેચો રમાશે.ભારતીય વનડે ટીમ- રોહિત શર્મા (કેપ્ટન),કે.એલ.રાહુલ,ઋતુરાજ ગાયકવાડ,શિખર ધવન,કોહલી,સુર્યકુમાર,શ્રેયસ ઐયર,દીપક હૂડા,રિષભ પંત (વિ.કી.),દીપક ચાહર,શાર્દુલ ઠાકુર,સુંદર,બિશ્નોઈ,સિરાજ,પ્રસિધ ક્રિશ્ના,કુલદીપ યાદવ,અવેશ ખાન અને ચહલનો સમાવેશ કરાયો છે.
જ્યારે ભારતીય ટી-20 ટીમ- રોહિત શર્મા (કેપ્ટન),કે.એલ. રાહુલ,ઈશાન કિશન(વિ.કી.),કોહલી,સુર્યકુમાર,શ્રેયસ ઐયર,રિષભ પંત (વિ.કી.),વેંકટેશ ઐયર,દીપક ચાહર, સુંદર,ઠાકુર,અક્ષર પટેલ,બિશ્નોઈ,સિરાજ,બી.કુમાર,હર્ષલ પટેલ,અવેશ ખાન અને ચહલનો સમાવેશ કરાયો છે.