લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વિરાટ કોહલીએ વનડેમાં અનોખો રેકોર્ડ નોધાવ્યો

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વન ડેમાં 51 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે વનડેમાં હરિફ ટીમની ભૂમિ પર સૌથી વધુ રન નોંધાવવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. કોહલીએ વન ડેની 108મી મેચમાં 5108 રન નોંધાવતા તેંડુલકરને પાછળ રાખી દીધો હતો. ત્યારે હવે તે વન ડેમાં સૌથી વધુ રન ફટકારનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે.આમ આ અગાઉ આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. જેમાં તેંડુલકરે 147 વનડેમાં 5065 રન નોંધાવ્યા હતા.જ્યારે આ યાદીમાં ત્રીજા સ્થાને મહેન્દ્રસિંહ ધોની છે,જેણે 4520 રન નોંધાવ્યા છે,જ્યારે રાહુલ દ્રવિડ 3998 રન સાથે ચોથા અને સૌરવ ગાંગુલી 3468 રન સાથે પાંચમા ક્રમે છે.