વડતાલ મંદિર દ્વારા ચાલતા કોવિડ કેર સેન્ટરમાં વડતાલધામ ટોરેન્ટો-કેનેડા સત્સંગ સમાજ તરફથી 15 ઓક્સીજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરવામાં આવ્યા છે.જેથી વડતાલ સંસ્થા દ્વારા દર્દીઓની વધુ સારી સેવા કરી શકાય.આમ જે દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે એમને જરૂર પડતા સંસ્થાના હેલ્પલાઇન નંબર 7211154962 ઉપર સંપર્ક કરતા જ્યાં સુધી મશીન ઉપલબ્ધ હશે ત્યાં સુધી રૂા.5 હજાર ડિપોઝીટ ભરીને મશીન આપવામાં આવશે અને દર્દીને જરૂરત પુરી થતા મશીન જમા કરાવશે ત્યારે ડિપોઝીટ પરત આપવામાં આવશે.
આમ આ પ્રસંગે વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભસ્વામીએ જણાવ્યું હતુ કે વડતાલ હોસ્પિટલમાં દર્દીઓ દવા અને દુઆ સાથે સારવાર મેળવી રહ્યા છે.ત્યારે કોવીડ કેર સેન્ટરમાં પૂ.ગોવિંદપ્રસાદદાસજી સ્વામી તથા પૂ.પ્રભુચરણ દાસજી સ્વામીની પ્રેરણાથી ટોરેન્ટો-કેનેડા સત્સંગ સમાજ દ્વારા 15 ઓક્સિજન ટ્રાન્સન્ટ્રેટર મશીનો અર્પણ કર્યા છે.આ સિવાય વડતાલ હોસ્પિટલમાં પવન સ્વામીની પ્રેરણાથી રૂા.1 લાખથી વધુની દવા અર્પણ કરી હતી.જ્યારે કાનજી ભગત તરફથી દરેક દર્દીઓને ગરમ પાણીના થર્મસ બોટલ આપવામાં આવ્યા છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved