વડોદરામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરના અધ્યક્ષસ્થાને 12મા રાષ્ટ્રીય મતદાતા દિનની જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં તેમણે મતદાર નોંધણીમાં ટીમવર્ક અને મજબૂત સંકલનથી જિલ્લાને રાજ્યમાં હંમેશા મોખરે રાખવાનો અનુરોધ કરતાં જણાવ્યુ હતું કે પ્રત્યેક લાયક વ્યક્તિની મતદાર તરીકે નોંધણી થાય અને તે મત આપી શકે એ જોવાની ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા સૌની ફરજ છે.જિલ્લામાં મતદાતા નોંધણીની કામગીરી સારી રીતે થઇ છે,આવતા વર્ષે પણ એ કામગીરીનું સાતત્ય જળવાઇ રહે અને રાજયમાં શ્રેષ્ઠ મતદાતા નોંધણી કામગીરીમાં વડોદરા જિલ્લો અગ્રીમ સ્થાને આવે તે માટે મતદાતા નોંધણી કામગીરીના અધિકારી-કર્મચારીઓ કાર્ય કરી પ્રેરણા આપી શકે છે.મતદાર નોંધણી સહિતની શ્રેષ્ઠ કામગીરી કરનારા મતદાર નોંધણી અધિકારી,મદદનીશ મતદાર નોંધણી અધિકારી, શ્રેષ્ઠ બીએલઓ સહિતના અધિકારી-કર્મચારીઓને તથા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર,કેમ્પસ એમ્બેસેડર્સને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved