લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરામાં એક દિવસમાં ડેન્ગ્યુના 38 કેસો સાથે મ્યુકોરમાઇકોસિસ અને સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ મજબ શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 72,004 પર પહોંચી ગયો હતો. જ્યારે જિલ્લામા મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યારસુધીમાં 71,361 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી બંધ કરવામાં આવેલા રસીકરણને ફરી એકવખત શરૂ કરવામાં આવ્યું છે. આ સિવાય વડોદરાની સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસનો 1 નવો કેસ નોંધાયો હતો. ત્યારે બીજીતરફ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ શહેરમાં કોરોનાના કેસ બાદ સ્વાઇન ફ્લૂએ દેખાદેતા આરોગ્ય વિભાગની ચિંતાઓ વધી જવા પામી છે. આ ઉપરાંત શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સાથે ટાઇફોઇડ અને કમળાના કેસોમા પણ વધારો થતાં તંત્રની નિષ્ફળતા છતી થઈ છે.