લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ગંગા સહિતની નદીઓ ખતરાના નિશાન પર અનેક લોકોનું સ્થળાંતર કરાયું

ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં નદીઓનું જળસ્તર વધી ગયુ છે.ત્યારે લોકો ભયભીત થઇ ગયા છે.આમ ગંગા સહિતની નદીઓ ખતરાના નિશાન પર પહોંચવાની સાથે જ પ્રશાસને એલર્ટ જાહેર કર્યુ છે.જયારે બિહારના અનેક વિસ્તારોમાં આજે પણ વરસાદ વરસતો રહ્યો છે.ત્યારે હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યુ છે.જયારે પશ્ર્ચિમ ચંપારણ,સિવાન,ગોપાલગંજમાં વરસાદની આશંકા જોવાઈ રહી છે.આમ પિથોરાગઢથી લઇને હરિદ્વાર સુધીના તટીય ક્ષેત્રના લોકોને ખસેડવામાં આવી રહ્યા છે.જ્યારે ચમોલી અને શ્રીનગરમાં પણ અલકનંદા અને મંદાકીની નદીઓનું જલસ્તર વધી ગયુ છે.રૂદ્રપ્રયાગમાં પણ આ બંને નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.