અમેરિકન ઓટોમોબાઇક કંપની ફોર્ડ અમેરિકાના બજારોમાં ઇકોસ્પોર્ટ કારનું ઉત્પાદન અને વેચાણ બંધ કરશે. અમેરિકમાં વર્ષ 2016માં લોન્ચ બાદ આ મોડેલની માગમાં સતત ઘટાડાના કારણે ફોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય વર્ષ 2022ના મધ્ય ભાગ સુધી તેનું વેચાણ ચાલુ રહેશે. આમ આ મોડેલ અમેરિકામાં નિષ્ફળ રહ્યું હોય પરંતુ ભારતમાં આ કારનું વેચાણ મોટાપાયે થયું છે. ડેટ્રોઇ ફ્રી પ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર ફોર્ડ અમેરિકામાં ઇકોસ્પોર્ટ કારનું ઉત્પાદન અને વેચાણ બંધ કરશે. પરંતુ ત્યાંના બજારોમાં એક વર્ષ સુધી મોડેલ મળતું રહેશે. ભારતના બજારમાં વધુ વેચાણ પામેલી આ કાર વર્ષ 2013થી ઉપલબ્ધ છે અને અમેરિકામાં આ મોડેલને વર્ષ 2016માં લોન્ચ કરી વર્ષ 2018થી તેનું સામાન્ય બજારોમાં વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ અમેરિકન બજારમાં આ મોડેલને ધારી સફળતા મળી નથી. આમ વર્ષ 2021માં ભારતમાં ઇકોસ્પોર્ટનું નવું મોડેલ ઇકો સ્પોર્ટ ફેસલિફ્ટ લોન્ચ થવાનું હતું, પરંતુ ફોર્ડ દ્વારા ભારતમાં પ્લાન્ટ બંધ કરવાના કારણે આ લોન્ચ નહી થાય.
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved