લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકાના કલાયમેટ બાબતના રાજદૂત જોન કેરી ભારતની મુલાકાતે આવશે

વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે તે મુદે ભારત સાથે ચર્ચા કરવા માટે અમેરિકાના કલાયમેટ બાબતોના રાજદૂત જોન કેરી આવતા અઠવાડીયે ભારત આવી રહ્યા છે અને તેઓ નવેમાં યોજાનારી ગ્લાસગો આંતરરાષ્ટ્રીય સમીટ પુર્વે ભારત સાથે ચર્ચા કરશે. આમ તેમની છ માસમાં બીજી દિલ્હી મુલાકાત છે. તેઓને અગાઉની સરકારમા અમેરિકાના કલાયમેટ એન્વોય સંબંધી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભારત સિવાય તેઓ જાપાન પણ જવાના છે. વર્તમાન સમયમાં જોન કેરીએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી.