લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકાના ન્યૂયોર્ક સહિતના રાજ્યોમાં ઈમરજન્સી લગાવવામાં આવી

અમેરિકામાં બરફીલા તોફાને પૂર્વ હિસ્સાના રાજ્યોમાં હાહાકાર મચાવ્યો છે.જેમાં છેલ્લા કેટલાક વર્ષોનુ આ સૌથી ભિષણ તોફાન હોવાનુ કહેવામા આવી રહ્યુ છે.જેના કારણે અવરજવર પ્રભાવિત થઈ છે અને 7 કરોડ લોકોને વીજળી વગર રહેવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.જેમાં દેશના ન્યૂયોર્ક અને બોસ્ટન જેવા શહેરોમાં સ્થિતિ વધારે ખરાબ છે.ન્યૂયોર્ક શહેરમાં બે ફૂટ જેટલો બરફ જામી ગઓ છે.જ્યારે મેસાચ્યુસેટ્સમાં 95,000 ઘરોમાં વીજળી ગૂલ થઈ ગઈ છે.બરફના તોફાનના કારણે તમામ બિઝનેસ ઠપ થઈ ચુકયા છે.ન્યૂયોર્ક ઉપરાંત ન્યૂજર્સી,વર્જિનિયા,મેરિલેન્ડ અને ડેલાવેર જેવા રાજ્યોમાં ઈમરજન્સી લગાવવામાં આવી છે.