લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / યુપી ચૂંટણીમાં ભાજપનુ પ્રથમ લિસ્ટ જાહેર થયું

યુપી વિધાનસભા માટે ભાજપે ઉમેદવારોનુ પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધુ છે.ત્યારે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુરની બેઠક પરથી ચૂંટણીના જંગમાં ઉતરશે.જ્યારે ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય પ્રયાગરાજની સિરાથુ બેઠક પરથી ચૂંટણી લડશે.આમ ભાજપે આજના લિસ્ટમાં પ્રથમ તબક્કાના 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટેના 48 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.જેમાં ભાજપે કલ્યાણસિંહના પૌત્ર સંદીપસિંહને તેમજ સંરક્ષણમંત્રી રાજનાથસિંહના પુત્ર પંકજસિંહને પણ ટિકિટ આપી છે.