ભારતે અંડર-19 વિશ્વકપ રેકોર્ડ પાંચમી વખત જીતી લીધો હતો.જે પછી આઇસીસીએ જાહેર કરેલી અંડર-19 વિશ્વકપની મોસ્ટ વેલ્યુએબલ ટીમના કેપ્ટન તરીકે ભારતના યશ ધુલને પસંદ કરવામાં આવ્યો છે.જે આઇસીસીની ટીમમાં ભારતના ત્રણ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં ધુલની સાથે રાજ બાવા અને સ્પિનર વિકી ઓસ્ટવાલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.આ સિવાય ડવાલ્ડ બ્રેવિસને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.જેણે અંડર-19 વિશ્વકપમાં 506 રન ફટકાર્યા હતા અને 7 વિકેટ ઝડપી હતી.આમ અંડર-19 વિશ્વકપની મોસ્ટ વેલ્યુએબલ ટીમ:-યશ ધુલ (કેપ્ટન, ભારત),વિલી (ઓસ્ટ્રેલિયા),હસીબુલ્લાહ ખાન (વિ.કી,પાક.),ડેવાલ્ડ બ્રેવિસ (સાઉથ આફ્રિકા),પ્રેસ્ટ (ઈંગ્લેન્ડ),વેલાલ્ગે (શ્રીલંકા),રાજ બાવા (ભારત),ઓસ્ટવાલ (ભારત),મોન્ડોલ (બાંગ્લાદેશ),એવૈસ અલી (પાકિસ્તાન),બોયડેન (ઈંગ્લેન્ડ), અહમદ (અફઘાનિસ્તાન)નો સમાવેશ કરાયો છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved