યુ.એ.ઈમા આગામી ઓક્ટોબર અને નવેમ્બર માસમાં રમાનારા ટી-20 વિશ્વકપ માટેની ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં વિરાટ કોહલીની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમમાં ગુજરાતના ચાર ખેલાડીઓ જસપ્રીત બુમરાહ,રવિન્દ્ર જાડેજા,અક્ષર પટેલ અને હાર્દિક પંડયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે તાજેતરના શ્રીલંકા પ્રવાસમાં ટીમના કેપ્ટન બનાવાયેલા ધવનને પડતો મૂકવામાં આવ્યો છે. આ સિવાય બીસીસીઆઇએ કોચ શાસ્ત્રી ઉપરાંત ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ટીમના મેન્ટર તરીકે જાહેર કર્યા છે. યુએઈમાં આગામી 17મી ઓક્ટોબરથી ટી-20 વિશ્વકપનો પ્રારંભ થશે. જેમાં ખરાખરીના મુકાબલા 23 ઓક્ટોબરથી શરૂ થશે.
ભારતીય ટીમ- કોહલી (કેપ્ટન),રોહિત શર્મા(વાઈસ કેપ્ટન),કે.એલ.રાહુલ,સૂર્યકુમાર યાદવ,રિષભ પંત (વિ.કી.),ઈશાન કિશન (વિ.કી.),હાર્દિક પંડયા,રવિન્દ્ર જાડેજા,રાહુલ ચાહર,આર.અશ્વિન,અક્ષર પટેલ,વરૂણ ચક્રવર્તી,જસપ્રીત બુમરાહ,બી.કુમાર,શમી જ્યારે સ્ટેન્ડ બાય ખેલાડીઓમાં- શ્રેયસ ઐયર,શાર્દૂલ ઠાકુર અને દીપક ચાહરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved