સંયુક્ત આરબ અમીરાતે શ્રમ કાયદામાં ફેરફાર કર્યો છે.જેના લીધે ભારતીયોને ફાયદો થશે.યુએઇનો નવો શ્રમ કાયદો 2જી ફેબુ્આરીથી લાગુ પડયો છે.જે સંશોધિત શ્રમ કાયદાનો ડ્રાફ્ટ ગયા વર્ષે યુએઈની સરકારે રજૂ કર્યો હતો.જેમાં નવા શ્રમિકોને વધુ અધિકાર આપવામાં આવ્યા છે. તે એવા ઘણા વિકલ્પ પૂરા પાડે છે જે અગાઉના કાયદામાં નહતા.આ નવા કાયદાના લીધે યુએઈમાં કામ કરતાં ભારતીય કામદારો પર અસર પડશે તેના લીધે તેમની સ્થિતિ વધુ સારી થશે.યુએઇની કુલ વસ્તીમાં 40 ટકા ભારતીયો છે.ત્યારે અબુધાબીમાં આવેલા ભારતીય દૂતાવાસ મુજબ યુએઇમાં 35 લાખ ભારતીય રહે છે.તેમાનો મોટો હિસ્સો ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં કામ કરે છે. નવો કાયદો લાગુ થતા ભારતીય કામદારોને રાહત થવાની આશા છે.યુએઇમાં શ્રમિક અધિકારો માટે વર્ષ 2021ની સંઘીય ડિક્રી કાયદો સંખ્યા 33 લાગુ થઈ ચૂકી છે. પ્રથમ શ્રમિકો માટે ઇસ.1980નો સંઘીય કાયદો સંખ્યા 8 કામ કરતો હતો.આ કાયદામાં બંને પક્ષોના અધિકારોની સુરક્ષાની ખાતરીની જોગવાઈ છે.તેના લીધે યુએઇને કુશળ વિદેશી પ્રતિભાને આકર્ષવામાં પણ મદદ મળશે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved