લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / યુ.પીમાં આગામી 31 મે સુધી લોકડાઉન લંબાવાયું,જેમાં ઔદ્યોગિક ગતિવિધિઓને છૂટ અપાશે

ઉત્તરપ્રદેશમાં કોરોના લોકડાઉન 31મી મે સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આમ સાવચેતીના પગલારૂપે પ્રતિબંધોને વધુ એક સપ્તાહ માટે લંબાવવામાં આવ્યું છે.આમ રાજ્યમાં 31મી મે સવારના 7:00 વાગ્યા સુધી પ્રતિબંધો લાગુ રહેશે.જોકે ઔદ્યોગિક ગતિવિધિઓને પહેલાની જેમ ચાલુ રાખવામાં આવશે.આ સિવાય ઉત્તરપ્રદેશમાં કોરોના કર્ફ્યુ દરમિયાન જરૂરિયાતની સેવાઓને છોડીને બાકીની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે.આમ જરૂરી સેવાઓમાં વેક્સિન લગાવનારા,મેડિકલ ઈમરજન્સીમાં થયેલી અવર-જવર અને ઔદ્યોગિક ગતિવિધિઓને છૂટ અપાઈ છે.