લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આજે અંડર-19 વિશ્વકપની ફાઈનલ ભારત- ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે

ભારત અંડર-19 વિશ્વકપના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ બની છે.જે ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ એન્ટિગામાં ફાઈનલ મેચ રમશે.આ સિવાય ઈંગ્લેન્ડ 24 વર્ષ બાદ અંડર-19ની ફાઈનલ રમશે.આમ એનસીએ હેડ લક્ષ્મણ ઉપરાંત ભારતીય સિનિયર ટીમના હેડકોચ રાહુલ દ્રવિડ પણ અંડર-19માંથી આવેલા છે.જે પછી ઇસ.1998માં વિશ્વકપ પ્રારંભ બાદ ઘણા ચેમ્પિયન ખેલાડી આ સર્કિટમાંથી આવ્યા છે.જેમાં હરભજન,સેહવાગ,ધવન,પૂજારા,રહાણે,કોહલી,જાડેજા,કૈફ,યુવરાજ,પૃથ્વી શો,શુભમન,પંત,ઈશાન સહિતના ખેલાડી અંડર-19ની સિસ્ટમથી જ આવ્યા છે.ત્યારે આ વખતે પણ ઘણા ખેલાડીઓ પોતાની છાપ છોડી શકે છે.