લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આજથી શરૂ થતું સંસદનું બજેટ સત્ર તોફાની બને તેવી શક્યતાઓ

આજથી શરૂ થનારુ બજેટ સત્ર તોફાની બની રહે તેવી શક્યતાઓ છે.ત્યારે વિપક્ષ બજેટ સત્રમાં પેગાસસ જાસુસી,ખેડૂતોના મુદ્દાઓ અને પૂર્વ લદ્દાખમાં ચીનની ઘૂસણખેરી સહિતના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે.જેમાં બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ લોકસભા અને રાજ્યસભાને સંયુક્ત રીતે સંબોધન કરશે. ત્યારબાદ નાણાપ્રધાન નિર્મલા સિતારમન આર્થિક સર્વે રજૂ કરશે અને આવતા મંગળવારે નાણાપ્રધાન કેન્દ્રીય બજેટ રજૂ કરશે.આમ કોરોના મહામારીની ત્રીજી લહેરને પગલે બજેટ સત્રના પ્રથમ તબક્કા દરમિયાન લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અલગ અલગ સમયે આયોજિત કરાશે.લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ અંગે આભાર પ્રસ્તાવ પર ચર્ચા બુધવારથી શરૂ થશે.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7 ફેબુ્આરીએ જવાબ આપે તેવી શક્યતા છે.આમ રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચા માટે ચાર દિવસ ફાળવવામાં આવ્યા છે.જેની શરૂઆત 2જી ફેબુ્આરીથી કરવામાં આવશે.સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબુ્આરી સુધી ચાલશે,જ્યારે બીજો તબક્કો 14 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે.