લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / રોજર ફેડરરના 20 ટાઇટલના વિશ્વવિક્રમને તોડવા રાફેલ નડાલ ઉતરશે

આવતીકાલથી ફ્રેન્ચ ઓપનનો પ્રારંભ થવાનો છે.જેમાં તમામની નજર રાફેલ નડાલ 14મું વિક્રમજનક ટાઇટલ જીતીને ઇતિહાસ સર્જતા કુલ 21 ગ્રાન્ડસ્લેમ સાથે રોજર ફેડરરને વટાવી જાય છે કે નહી તેના પર હશે.આ સિવાય યોકોવિચ 18 ગ્રાન્ડસ્લેમ જીતી ચૂક્યો છે.પરંતુ ફ્રેન્ચ ઓપનમાં તેને સફળતા મળી નથી.નડાલે વર્ષ 2009થી ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતવાનો પ્રારંભ કર્યો હતો.ત્યારે યોકોવિચ જીતે તો તેનું આ 19મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ હશે.આમ યોકોવિચ ક્વાર્ટર ફાઇનલમાં ફેડરર જ્યારે સેમીફાઇનલમાં નડાલ સામે ટકરાય તેવી સંભાવના છે.