લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આજે એ.એમ.સીમાં વિપક્ષના નેતા પદગ્રહણ કરશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના 10 જેટલા કોર્પોરેટરોના વિરોધ વચ્ચે બનાવાયેલા વિપક્ષના નેતા દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણ આજે બપોરે 3 વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે પોતાનું પદ સંભાળશે. શહેઝાદખાન બપોરે દાણાપીઠ ખાતે મુખ્ય ઓફિસમાં આવેલા પ્રાંગણમાં મહાદેવ મંદિરમાં દર્શન કરી અને બાદમાં ઓફિસના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને ઓફિસમાં ચાર્જ સંભાળશે. આજે યોજાનારા પદગ્રહણ કાર્યક્રમમાં કોંગ્રેસના અમદાવાદના સ્થાનિક ધારાસભ્યો કાર્યકર્તાઓ વગેરે હાજર રહેશે. આ કાર્યક્રમમાં તમામ કોર્પોરેટરોને હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.