સ્માર્ટ સિટી અમદાવાદ શહેરનું વર્ષ 2022-23નું ડ્રાફટ બજેટ મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરા આજે સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજૂ કરશે.જેમાં ગત વર્ષે તત્કાલીન મ્યુનિ.કમિશનરે રૂ.7474 કરોડનું ડ્રાફટ બજેટ રજુ કર્યુ હતું.ત્યારે આ વર્ષમાં રાજય વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી કમિશનર તરફથી રજુ કરવામાં આવનારા ડ્રાફટ અંદાજપત્રમાં કોઈ વિશેષ વેરા ઝીંકવામાં આવે તેવી સંભાવના નહીવત હોવાનું જાણવા મળે છે.અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક થયા બાદ લોચન સેહરા પ્રથમ ડ્રાફટ બજેટ રજુ કરવા જઈ રહ્યા છે.ત્યારે માર્ચ 2020થી શહેરમાં ચાલતા કોરોના મહામારીના સમયમા મ્યુનિસિપલ કોર્પોરેશનને ગત વર્ષમાં આત્મનિર્ભર યોજના હેઠળ વેરામાં આપવામા આવેલી રાહત પેટે રાજય સરકાર પાસેથી રૂ.47 કરોડની રકમ લેવાની નીકળે છે.આ ઉપરાંત 147 કરોડ સરકાર પાસેથી 70,20,10ની યોજના હેઠળ લેવાના બાકી નીકળે છે.ત્યારે આવી પરિસ્થિતિમાં કમિશનર તરફથી રજુ કરવામાં આવનારૂ ડ્રાફટ બજેટ ખાસ કોઈ ઝાકમઝોળવાળુ નહીં હોય. આમ વર્ષ 2021-22માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે રજુ કરેલા ડ્રાફટ બજેટમાં 17.35 ટકા રકમ ડ્રેનેજ પ્રોજેકટ માટે,14.03 ટકા રકમ રોડ અને બ્રીજ પ્રોજેકટ માટે, 10.92 ટકા રકમ એ.એમ.ટી.એસ.ને લોન પેટે,10.43 ટકા રકમ પાણી પ્રોજેકટ માટે,8.84 ટકા રકમ લેન્ડ અને હાઉસીંગ પ્રોજેકટ માટે ફાળવવામાં આવી હતી.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved