લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / જામનગરમા સી.સી.રોડના કામનું ધારાસભ્યએ ખાતમૂર્હત કર્યું

જામનગરના 78 વિધાનસભા વિસ્તારમાં અલગ-અલગ વોર્ડમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યનું ખાતમૂર્હત ધારાસભ્ય રીવાબા રવિ ન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં વોર્ડ નંબર 3માં ગોકુલધામ સોસાયટી મેઇન રોડ તથા આંતરિક શેરીઓ અને લાલ બહાદુર શાસ્ત્રી કો.ઓપરેટિવ સોસાયટી મેઇન રોડમાં સીસી રોડના કામનું ખાતમૂર્હત વિસ્તારના લોકોને સાથે રાખીને કરવામાં આવ્યું હતુ. મુખ્ય મંત્રી સડક યોજના અંતર્ગત વોર્ડ નંબર 3 માં ગોકુલધામ અને લાલ બહાદુર શાસ્ત્રી વિસ્તારમાં જ્યાં ઘણા લાંબા સમયથી વરસાદી પાણી ના નિકાલની સમસ્યા છે. મોનસુન સીઝનમાં ઘણીવાર પાણી ભરાઈ જવાની વિવિધ પ્રકારની સમસ્યાઓ છે,જેથી ભૂગર્ભ ગટર તેમજ રોડ રસ્તાના કામનું આ બે સોસાયટીમાં ખાતમૂર્હત કરવામાં આવ્યું હતુ.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2022-23 ગ્રાન્ટ અંત ર્ગત વોર્ડ નંબર 3માં ગોકુલધામ સોસાયટી મેઇન રોડ તથા આંતરિક શેરીઓમાં સીસી રોડના કામનું ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું.