લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલ 2023ની ક્લોઝિંગ સેરેમની યોજાશે

આઈ.પી.એલની 16મી સિઝન સમાપ્ત થવાની છે.ત્યારે આજ સાંજે આ સિઝનની ફાઈનલ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.જેમા આઈ.પી. એલ ફાઈનલ પહેલા કલોઝિંગ સેરેમની યોજાશે.ત્યારપછી એક મિડ શો પણ થશે જેમાં એક કરતા વધુ સ્ટાર્સ પરફોર્મ કરતા જોવા મળશે.આ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું,ત્યારબાદ તેઓ ફાઇનલમાં પહોંચી ગયા હતા.તે પછી કવોલિફાયર-2માં ગુજરાતે મુંબઈને હરાવી ફાઈનલમા પ્રવેશ મેળવ્યું હતું.ચેન્નઈ સુપર કિંગ્સ આ વર્ષે તેની 10મી આઈ.પી.એલ ફાઈનલ રમવા જઈ રહી છે.