અમેરિકાની ઈલેક્ટ્રિકલ કાર ઉત્પાદક કંપની ટેસ્લાએ મોડેલ-૩ અને મોડેલ-એસમાં ટેકનિકલ ખામીને ધ્યાનમાં રાખીને 6.75 લાખ કાર માર્કેટમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. અમેરિકાની રોડ સેફ્ટી રેગ્યુલેટર એજન્સીએ કહ્યું હતું કે ટેસ્લાના મોડેલ-૩ અને મોડેલ-એસમાં ગરબડ હોવાથી કંપની બધી ગાડીઓ પાછી ખેંચશે. બંનેમાં રોડ અકસ્માતની શક્યતા હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે. મોડેલ-૩ કારમાં પાછળના કેમેરામાં ગરબડ થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. એ જ રીતે મોડેલ-એસમાં બોનેટ અચાનક ખુલી જાય છે. જેમાં હેન્ડલમાં સમસ્યા હોવાથી કોઈ જ ચેતવણી વખત કારનો ફ્રન્ટ હૂડ ઓપન થઈ જાય છે. જો આવું અચાનક થાય તો ચાલકને આગળનું દૃશ્ય ન દેખાય અને તેના કારણે અકસ્માતનું જોખમ રહે છે.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કંપની અમેરિકાના માર્કેટમાંથી મોડેલ-૩ કાર 3.56 લાખ જ્યારે એસ.મોડેલની 1.19 લાખ જેટલી કાર પાછી ખેંચશે. આ સિવાય ચીનના માર્કેટમાંથી 2 લાખ કાર આ કારણથી પાછી ખેંચાશે. આ જાહેરાત પછી ટેસ્લાના શેરોમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. શેરમાર્કેટમાં કંપનીની નેગેટિવ અસર જોવા મળી હતી.
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved