ટેનિસ સ્ટાર રોજર ફેડરર અને રફેલ નડાલ ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાનારા લેવર કપમાં એકસાથે રમતાં જોવા મળશે. લેવર કપે આ અંગેની જાહેરાત કરતાં કહ્યું હતુ કે નડાલ અને ફેડરરે ચાલુ વર્ષની ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટેની તૈયારી બતાવી છે.આ વર્ષે લેવર કપ આગામી 23 થી 25 સપ્ટેમ્બર મહિનામાં લંડનમાં યોજાવાનો છે.નડાલે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયન ઓપનની સાથે વર્લ્ડ રેકોર્ડ 21મું ગ્રાન્ડસ્લેમ જીત્યું હતુ. તે અગાઉ બે વખત લેવર કપમાં રમી ચૂક્યો છે.વર્ષ 2017માં સૌપ્રથમ વખત પ્રાગુઈમાં યોજાયેલા લેવરકપમાં નડાલ અને ફેડરર ડબલ્સ મેચમાં જોડી જમાવીને ઉતર્યા હતા.જેમાં નડાલે કહ્યું કે મેં ફેડરરને કહ્યું હતુ કે આપણે લંડનમાં ડબલ્સ મેચમાં જોડી જમાવીને ઉતરવું જોઈએ અને તે પણ આ માટે ઉત્સાહિત છે.ફેડરરને ગત વર્ષે વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો હતો.જે પછી તે એકપણ ટુર્નામેન્ટ રમ્યો નથી.તેના ઘુંટણની સર્જરી કરવામાં આવી હતી.તે આગામી એપ્રિલ કે મે માસમા પુનરાગમન કરશે તેમ માનવામાં આવે છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved