તૌકતે વાવાઝોડાની ગુજરાતમાં ત્રાટકવાની શક્યતાને પગલે રાજ્યમાં સોમવાર અને મંગળવાર એમ બે દિવસ કોરોના વેક્સિનેશન પ્રક્રિયા બંધ રાખવા મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.આમ મુખ્યમંત્રીએ વાવાઝોડાની સંભાવનાને પગલે વહીવટીતંત્રની સજ્જતાની સમીક્ષા કરતાં આ નિર્ણયની જાહેરાત કરી હતી.જેમાં તેમણે કહ્યું હતું કે આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ વાવાઝોડાથી ઉભી થનારી સંભવિત કામગીરી માટે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા છે.જેના કારણે આગામી બે દિવસ સુધી તમામ જૂથમાં વેક્સિનેશનની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.ત્યારે નાગરિકોને આ બે દિવસ પોતાના ઘરથી બહાર ન નીકળવા અનુરોધ કર્યો છે.
આમ આ બાબતે મુખ્યમંત્રીએ ગુજરાતના સામાજિક અને સેવાકીય સંગઠનોને વહીવટીતંત્રને સહયોગ આપવા અપીલ કરી છે.જેમાં તેમણે કહ્યું છે કે ગુજરાતમાં અનેક સેવાભાવી સંસ્થાઓએ હંમેશા રાજ્ય સરકાર અને વહીવટીતંત્રને સહયોગ આપ્યો છે.ત્યારે વાવાઝોડાની સંભાવનાને પગલે વહીવટીતંત્ર ખડેપગે છે ત્યારે જરૂર પડે તો સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ જવા તૈયાર રહે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved