લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / તાઉતે વાવાઝોડાને પગલે જામનગરના બંદરો ઉપર 8 નંબરનું સિગ્નલ લગાવાયુ

તાઉતે વાવાઝોડાની આગાહીની સંભાવનાને પગલે જામનગર જિલ્લાના તમામ બંદર પર સલામતીના ભાગરૂપે આઠ નંબરનું સિગ્નલ લગાવી દેવામા આવ્યું છે અને વાવાઝોડાનું કાઉટડાઉન શરૂ કરી દેવાયું છે.ત્યારે જામનગરના બેડી બંદર ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે.તેમજ દરિયાકાંઠા વિસ્તારના ગામડાઓમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા કવાયત હાથ ધરાઈ છે.આમ જામનગરના બેડી બંદર સિવાય નવા બંદર,રોઝી બંદર,સિક્કા બંદર ખાતે પણ આઠ નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યું છે.આ સિવાય દરિયાઇકાંઠા નજીક રહેતા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત અગરીયાઓને પણ સલામત સ્થળે ખેસેડવામાં આવ્યા હતા.આમ જામનગર જિલ્લામાં 752 બોટોને મચ્છીમારો સાથે પરત બોલાવી લેવામાં આવી છે.વાવાઝોડાની આગાહીના પગલે દરિયાકાંઠા વિસ્તારના 23 ગામોના લોકોને સ્થાળંતર માટે સુચના આપવામાં આવી છે.