લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / તાઉતે વાવાઝોડાને કારણે ફિલ્મોના સેટને નુકસાન પહોંચ્યું

વર્તમાન સમયમાં આવેલા તાઉતે વાવાઝોડાને કારણે દેશના મોટાભાગના રાજ્યોમાં નુકસાન પહોંચ્યું છે.ત્યારે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી પણ તોફાનને લઇને પ્રભાવિત થઇ છે.ત્યારે ભણશાલીની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી અને સલમાન ખાનની ટાઇગર ૩ના સેટને નુકસાન પહોંચ્યું છે.આમ ટાઇગર થ્રીનો સેટ ગોરેગામના એસઆરપીએફ ગ્રાઉન્ડ ખાતે બનાવામાં આવ્યો હતો.જે પ્રભાવિત થયો છે તેમજ મરોલમાં આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનના મહારાજાનો સેટઅપ બનાવામાં આવ્યો હતો તે પણ પ્રભાવિત થયો છે.આ સિવાય મુંબઇમાં આવેલી ફિલ્મ સિટી પ્રભાવિત થઇ છે.