લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ટાટા સ્ટીલ કર્મચારીઓના મોત બાદ 60 વર્ષ સુધી વેતન ચુકવશે,મકાન,મેડિકલ અને બાળકોનું શિક્ષણ ફ્રી આપશે

ટાટા સ્ટીલ કંપનીએ તેના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે.જેમાં કર્મચારીઓ કોરોના સંકટ વચ્ચે સતત ફરજ બજાવી રહ્યા છે.ત્યારે કર્મચારીઓનાં મોત પણ થયાં છે.આમ આવી સ્થિતિમાં કંપનીએ કહ્યું છે કે કર્મચારીના મૃત્યુ પછી પણ સેવાના 60 વર્ષ પૂર્ણ થયા સુધી તેમના પરિવારને સંપૂર્ણ પગાર આપવામાં આવશે.તેમજ મકાન અને તબીબી સુવિધા પણ આપવામાં આવશે.આ સિવાય કંપની બાળકોનાં શિક્ષણનો પણ સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.આમ ટાટા સ્ટીલ મેનેજમેન્ટે એવી પણ જાહેરાત કરી છે કે જો કંપની વર્કરનું ફરજ દરમિયાન મૃત્યુ થાય છે તો કંપની મેનેજમેન્ટ તેમના બાળકોનાં ગ્રેજ્યુએશનનો પણ સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.