લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરતમાં ડુમસના દરિયા ગણેશ કિનારે ટ્રાઈએન્ગલ વિસ્તારમાં ઇકો ટૂરિઝમ પાર્ક બનાવવા કવાયત શરૂ કરાઇ

સુરત શહેરમાં હરવા ફરવા માટે એકમાત્ર ડુમસનો દરિયો છે ત્યારે તેના વિકાસ માટેના સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને આગળ ધપાવવા પાલિકાએ પ્રયાસો શરૂ કર્યા છે.જેમા રૂ.600 કરોડના ખર્ચે દરિયા ગણેશ કિનારાના ટ્રાઈએન્ગલ વિસ્તારમાં ‘ઇકો-ટૂરિઝમ પાર્ક’ સાકાર થાય તે માટે 136 હેક્ટર પૈકી રૂ.50 કરોડની જોગવાઈ સાથે પ્રથમ ફેઝમાં 39.93 હેક્ટર જમીન પાલિકાને પ્રાપ્ત થશે.ત્યારે આ મુદ્દે ફેબ્રુઆરીમાં મુખ્યમંત્રી સાથે બેઠક મળી શકે છે.આમ સમગ્ર પ્રોજેક્ટને કુલ 4 ઝોનમાં વહેંચાશે.આ બેઠકમાં સુરતના હરવા ફરવાના એકમાત્ર ડુમસ દરિયા કિનારાનો વિકાસ કરવા માટે સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ આગળ વધે અને સરકારી તથા ફોરેસ્ટની જગ્યા પાલિકાને પ્રાપ્ત થાય તથા પર્યટન વિભાગ સાથે પાલિકા સમુળગો પ્રોજેક્ટ સાકાર કરે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.