Error: Server configuration issue
સુરત શહેર તથા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરતમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.ત્યારે જિલ્લાના ચોર્યાસીમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતાં ઠેરઠેર પાણી ભરાયા છે.આમ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.ત્યારે બીજીતરફ વરસાદનું આગમન થતાં લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.આ સિવાય જિલ્લાના ઓલપાડ તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.જ્યારે સુરત શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.આમ સુરત શહેરમાં સવારથી અવિરત આવતા વરસાદને કારણે કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved