ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે.ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના કારણે જે હાહાકાર જોવા મળ્યો છે.તેમાં સુરતમાં ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.આમ વર્તમાન સમયમાં સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ઓછા થઈ ગયા છે.પરંતુ સુરતના કઠોરની એક કોલોનીમાં ઝાડા ઊલટીના કેસો સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.જેમાં એક જ દિવસમાં 80થી વધુ લોકોને ઝાડા-ઊલટી થયા હોવાનું સામે આવ્યું છે,જ્યારે 6 દર્દીઓના મોત થઈ જતાં સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.જેમાં અત્યારે પણ 80થી વધુ દર્દીઓ સરકારી દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે.આમ આ બાબતે સુરતના મેયરે જાહેરાત કરી છે કે મૃતકોના પરિવાજનોને રૂ. 1-1 લાખની સહાય કરવામાં આવશે અને સારવાર લઈ રહેલા દર્દીઓનો ખર્ચ પાલિકા ભોગવશે.આ ઉપરાંત નવી પાઇપલાઇન ફીટ કરવામાં આવશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved