લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / સ્ટીલની કેટલીક પ્રોડક્ટ પરની એન્ટી-ડમ્પિંગ ડયૂટી નાબૂદ કરવામાં આવી

કેન્દ્રીય બજેટમાં નાણાંમંત્રીએ 350 જેટલી ચીજવસ્તુઓની આયાત પર અત્યારસુધી કસ્ટમ ડયૂટીમાં મળી રહેલી છુટછાટને તબક્કાવાર નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.ત્યારે વર્ષ 2022-23ના બજેટ ભાષણમાં નાણાંમંત્રીએ કહ્યુ હતું કે ટેરિફ સરળીકરણ અને કસ્ટમ ડયૂટીમાં છુટછાટને તર્કસંગત બનાવવાના પ્રયાસ હેઠળ 350થી વધુ ચીજવસ્તુઓની કસ્ટમ ડયૂટીની રાહતને ધીમેધીમે સમાપ્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.જેમાં કેટલીક કૃષિપેદાશો,રસાયણો,કપડાં,મેડિકલ ઉપકરણો અને દવાઓ સામેલ છે જેના ઉત્પાદન માટે દેશમાં સ્થાનિક સ્તરે પુરતી ક્ષમતા રહેલી છે.જોકે કેટલીક એડવાન્સ મશિનરીઓ,ઇન્ટરમીડિયેટ્સ અને કાચામાલ જેનું ભારતમાં ઉત્પાદન થતુ નથી તેમની માટે આ મુક્તિ ચાલુ રહેશે.આ સિવાય કેપિટલ ગુડસના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે સ્પેશિયલાઇઝ્ડ કાસ્ટિંગ,બોલ સ્ક્રૂ અને લીનિયર મોશન ગાઈડ જેવા ઈનપુટસ પર થોડી છુટછાટ આપવામાં આવી રહી છે.આ ઉપરાંત બજેટમાં કેટલાંક મહત્વપૂર્ણ રસાયણો જેવાકે મિથેનોલ,એસિટિક એસિડ અને પેટ્રોલિયમ રિફાઇનિંગ માટે હેવી ફીડ સ્ટોક્સની કસ્ટમ ડયૂટીમાં ઘટાડો અને સોડિયમ સાયનાઇડ પરની ડયુટીમાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.