લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ધો.10 માટે સી.બી.એસ.ઇ ગાઈડલાઈન સમગ્ર રાજ્યમાં લાગુ પડી શકે છે,બોર્ડે કમિટીની રચના કરી

ધો.10નું પરિણામ તૈયાર કરવા માટે સીબીએસઇની ગાઇડલાઇનનું અનુસરણ ગુજરાત શિક્ષણ બોર્ડમાં થઇ શકે છે.જેને લઈ 11 સભ્યોની કમિટીની પ્રથમ મીટિંગમાં સીબીએસઇની ધો.10ની ગાઇડલાઇનના અમલીકરણ અંગેની ચર્ચા દરમિયાન ઘણાં સભ્યોએ ગુજરાત બોર્ડને કેટલાક સુધારા વધારા સાથે લાગુ કરવાની ભલામણ કરી હતી.ત્યારે ધો.10નું પરિણામ કઇ રીતે તૈયાર કરવું તેની ચર્ચા કરાઇ હતી.આમ ધો.10માં માસ પ્રમોશન જાહેર કર્યા બાદ વિદ્યાર્થીઓની માર્કશીટ કયા આધારે તૈયાર કરવી તે અંગે કમિટીના નિર્ણયને આધારે માર્કશીટ તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી.આમ 11 વ્યક્તિની આ કમિટીમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ,સંચાલકો અને શિક્ષણ તજજ્ઞોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આમ શિક્ષણ તજજ્ઞો અને સંચાલક મંડળના સભ્યોની કમિટી આવતા અઠવાડિયે મળી પરિણામ અંગેની ચર્ચા કરી પોતાનો અંતિમ નિર્ણય સરકારને સોંપશે.જેમાં ધો.10ના દરેક વિદ્યાર્થીને સમાન ન્યાય મળે તે બાબતને કમિટીના સભ્યો ધ્યાને રાખશે.આમ માસ પ્રમોશન જાહેર કરવામાં આવતા ઘણાં હોશિયાર વિદ્યાર્થીઓને પણ અન્યાય થયાની લાગણી જોવા મળી હતી તેથી આવા વિદ્યાર્થીઓને પરિણામમાં અન્યાય ન થાય તેની પૂરતી તકેદારી રાખવામા આવશે.