લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યમાં ધો.9 થી 12ની બીજી પ્રિલિમનરી પરીક્ષા 10મી ફેબ્રુઆરીથી ઓફલાઈન લેવામાં આવશે

કોરોનાને કારણે ધો.1 થી 8ના વર્ગ ઓનલાઇન ચાલી રહ્યા હતા.જ્યારે ધો.10 થી 12માં ઓનલાઇન તેમજ ઓફલાઇન વર્ગ ચાલી રહ્યા હતા.ત્યારે આગામી 10મી ફેબ્રુઆરીથી સ્કૂલોમાં ધો.9 થી 12ની બીજી પ્રિલિમનરી પરીક્ષા શરૂ થઈ રહી છે.આમ અત્યારસુધી સ્કૂલ ઓનલાઇન હતી.પરંતુ આજથી ધોરણ 9ના ઓફલાઇન વર્ગ શરૂ થયા છે.જેથી શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જારી કરીને સ્કૂલોની પરીક્ષા ઓફલાઇન જ યોજવા જણાવવામાં આવ્યું છે.જેમાં કોઈ વિદ્યાર્થીને કોરોના હોય અથવા પરિવારમાં કોરોના હોય અથવા વિદ્યાર્થી કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવતો હોય તો તે વિદ્યાર્થીની પરીક્ષા સ્કૂલે અલગ તારીખ નક્કી કરીને પ્રશ્નપત્ર કાઢીને લેવાની રહેશે. આ સિવાય તમામ પરીક્ષા દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.