લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજયમાં ધો.12ની વાર્ષિકપરીક્ષા આગામી 1 જુલાઇથી શરૂ કરાશે,જેમાં ત્રણ કલાકનું પેપર રહેશે

ગુજરાતમાં ધો.12ની વાર્ષિક પરીક્ષા આગામી 1 જુલાઇથી યોજાશે.આમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા ચર્ચા-વિચારણા બાદ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.જેમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેએ જણાવ્યુ હતું કે સમગ્ર રાજ્યમાં 1,40,000 વિદ્યાર્થીઓ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં,જ્યારે 5,43,000 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ 6,83,000 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે.આમ વિજ્ઞાનપ્રવાહ ભાગ-1ની 50 ગુણની બહુવિકલ્પ પ્રકારની પદ્ધતિથી અને ભાગ-2 વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 50 ગુણની પરીક્ષા 3 કલાકમાં યોજવામાં આવશે.આમ પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશીયલ ડિસ્ટન્સ જાળવે,માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સેનેટાઇઝર,થર્મલ ગન સહિતની ગાઇડલાઇનનું પાલન થાય તે શિક્ષણવિભાગ સુનિશ્ચિત કરશે તેવું જણાવ્યુ હતું.