લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યનો ન્યારી-1 ડેમ ઓવરફલો થયો, જ્યારે આજી-ભાદર ડેમમાં પાણીની આવક થઈ

રાજકોટમાંવરસી રહેલા ધોધમાર વરસાદે મહાનગરનું જળસંકટ દુર કરી દીધુ છે. જેમાં રાજકોટની જીવાદોરી સમાન ગણાતી ન્યારી-1 ડેમ ઓવરફલો થઇ જવા પામ્યો છે. આ સિવાય 29 ફુટના આજી-1 ડેમમાં 6 ફુટ પાણી આવતા ડેમનું લેવલ 24 ફુટ થયું છે. આમ સૌપ્રથમ ન્યારી-1 ડેમ ઓવરફલો થઇ જતા ડેમના સાત દરવાજા 4 ફુટ ખોલવામાં આવ્યા હતા. જેમાં ડેમની ઉંચાઇ 25 ફુટ થયા બાદ ડેમ ત્રીજીવખત ઓવરફલો થયો છે. આ ડેમમાં આવતા વર્ષ સુધીની જળસંગ્રહ સપાટી જમા થઇ ગઇ છે. ન્યારી-1 ડેમમાં 1248 એમસીએફટી પાણીની ક્ષમતા છે. આ ડેમની જળસંગ્રહ ક્ષમતા 917 એમસીએફટી છે અને નવા 210 એમસીએફટી પાણીની આવક થતા કુલ 560 એમસીએફટી થયો છે. આ પાણી રાજકોટ માટે આગામી ચાર મહિના સુધી ચાલે તેમ છે.