લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યના કોંગ્રેસ નેતા અને પૂર્વ શિક્ષણમંત્રીનું નિધન થયું

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી હસમુખભાઈ પટેલનુ નિધન થયુ છે.ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિત ચાવડાએ ઘેરા શોકની લાગણી વ્યકત કરી સદગતને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.જેમા સદગતની ઈચ્છાનુસાર તેમના પરિવાર દ્વારા ચામુંડા બ્રિજ સ્થિત ગુજરાત કેન્સર ઈન્સ્ટીટયુટને દેહદાન કરવામાં આવ્યું છે.કોંગી નેતાઓએ સદગતનાં કોંગ્રેસ પક્ષ અને શિક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાનનો ઉલ્લેખ કરી શોકાંજલી પાઠવતાં જણાવ્યું હતુ કે સ્વ.હસમુખભાઈ પટેલ એક વિચારક શિક્ષણવિદ,વ્યવસાયે પ્રાધ્યાપક તરીકે લાંબી કારકીર્દી ધરાવતા હતા.આ સિવાય તેમના શિક્ષણ ક્ષેત્રે તેમના અથાગ પ્રયત્ન અને નિષ્ઠાપૂર્વક કામગીરી માટે ગુજરાતના તમામ નાગરીકો તેમનાં ઋણી રહેશે.પરમ કૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પે.પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા,સિદ્ધાર્થ પટેલ,રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહ ગોહીલ,મુખ્ય પ્રવકતા ડો.મનિષ દોશી સહિતના લોકોએ સ્વર્ગસ્થને શ્રધ્ધાંજલી પાઠવી હતી.