લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યના મુખ્યમંત્રી લક્ષ્મીનગર અંડરબ્રિજનું ઉદઘાટન કરશે

રાજકોટ શહેરની મધ્યમાં નિર્માણ પામેલા અને ટ્રાફિકથી ધમધમતા માર્ગને ન્યુ રાજકોટથી જોડતા લક્ષ્મીનગર અંડરબ્રીજનું કામ પૂર્ણ થઇ ગયું છે. આજે દિવાલો પર ચિત્રાંકન જેવી કામગીરી વચ્ચે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓએ સ્થળની મુલાકાત કરી હતી અને 26 જાન્યુઆરી આસપાસ મુખ્યમંત્રીના હસ્તે રૂબરૂ અથવા વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાની તૈયારી પણ શરૂ થયાનું જાણવા મળ્યું છે.આમ વર્ષોજુના લક્ષ્મીનગર નાળાની ટ્રાફિક સમસ્યાથી રાજકોટના કોઇ નાગરિકો અજાણ હોય તેવું નથી. આ અગાઉ આમ્રપાલી ફાટકની જગ્યાએ અંડરબ્રીજ બનાવીને મહાપાલિકાએ રૈયા રોડ તરફ અવરજવર કરતા હજારો વાહનચાલકોને રાહત આપી છે. તે બાદ લક્ષ્મીનગર નાળાની જગ્યાએ અંડરબ્રીજનું કામ પણ પુરૂ થયું છે. 26 કરોડનો ખર્ચ ચુકવીને મહાપાલિકાએ આ કામ રેલવે પાસે કરાવ્યું છે. કોઇપણ ફાટકની સાથે અંડરબ્રીજ કે ઓવરબ્રીજનું નિર્માણ રેલવે પાસે જ કરાવવું પડે છે.ઉદઘાટનની તારીખ માટે મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરવામાં આવ્યો છે.ત્યારે 26 જાન્યુઆરીના રોજ પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી સોમનાથ ખાતે થવાની છે.જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.