લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / પાટણમાં ધો. 12 સામાન્ય પ્રવાહનું 77.00 ટકા પરિણામ આવ્યુ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સના પરિણામ બાદ આજે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં પાટણ જિલ્લાનું 77.00 ટકા પરિણામ જાહેર થયું હતું.જેમાં જિલ્લાના 20 વિદ્યાર્થીઓએ એ 1 ગ્રેડ પરિણામ મેળવ્યુ હતુ.જેમાં પાટણના 13 કેન્દ્રમાં 10,103 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી.જેમાં પાટણ 84.96%,સિદ્ધપુર 75.88%,ચાણસ્મા 77.27%,રાધનપુર 70.21%,કોઇટા72.12%,વાયડ 80.63%,મેથાણ 74.65%,ધીનોજ 83.91%,હારીજ 86.70%,શંખેશ્વર 64.12%,વારાહી 71.28%,સમી 66.09 અને બાલીસનાનું 76.71 પરિણામ આવ્યુ હતુ.આમ 316 વિદ્યાર્થીઓએ એ 2,1151 વિદ્યાર્થીઓએ બી 1 અને 2019 વિદ્યાર્થીઓએ બી 2 ગ્રેડ મેળવ્યો છે.2463 વિદ્યાર્થીઓએ સી 1 અને 1614 વિદ્યાર્થીઓએ સી 2 ગ્રેડ મેળવ્યો છે.જ્યારે 192 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ અને 4 વિદ્યાર્થીઓએ ઇ 1 ગ્રેડ મેળવ્યો હતો.આ સિવાય સરિયદ ગામના વતની અને વર્તમાનમા પાટણમાં રહેતા અને સરિયદ ગામે કાપડની દુકાન ધરાવતા મહી અલ્પેશકુમાર શાહને 700માંથી 651 માર્ક સાથે 99.93 સાથે એ 1ગ્રેડ મેળવ્યો છે.જેને સીએ બનવું છે અને તે સીએની તૈયારી કરી રહી છે.