ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામેની ટી-20 શ્રેણી માટેની ટીમની જાહેરાત કરી છે. જેમા ડેવિડ વોર્નર અને ઓલરાઉન્ડર મિચેલ માર્શને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે બિગબેશ લીગમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બનેલા બેન મેક્ડરમોટને ટીમમાં પાછો બોલાવવામાં આવ્યો છે.આમ આવતા મહિનેથી યોજાનારી શ્રેણી માટેની ઓસ્ટ્રેલિયાની ટીમમાં ટ્રાવિસ હેડ,હેનરિક્સ અને ઝાય રિચાર્ડસનને પણ તક આપવામાં આવી છે.જ્યારે બીજીતરફ ઓસ્ટ્રેલિયાના હેડ કોચ જસ્ટીન લેંગર અને કેટલાક સપોર્ટ સ્ટાફના સભ્યો રજા પર ઉતર્યા છે,જેના કારણે આસીસ્ટન્ટ કોચ તરીકે મેક્ડરમોટ લેંગરનું સ્થાન સંભાળશે.આ સિવાય ઈજાના કારણે સાઈડલાઈન થઈ ગયેલા હેઝલવૂડે ફિટનેસની સાથે પુનરાગમન કર્યું છે.ફાસ્ટબોલરો કમિન્સ અને સ્ટાર્કને ટીમમાં સમાવવામાં આવ્યા છે.ઓસ્ટ્રેલિયાની ટીમમાં ફિન્ચ (કેપ્ટન),અગર,કમિન્સ,હેઝલવૂડ,હેડ, હેનરિક્સ,ઈગ્લિસ,મેક્ડેરમોટ્ટ,મેક્સવેલ,ઝાય રિચાર્ડસન,કેન રિચાર્ડસન,સ્મિથ, સ્ટાર્ક,સ્ટોઈનીસ,વેડ,ઝામ્પાનો સમાવેશ કરવામા આવ્યો છે. શ્રીલંકા-ઓસ્ટ્રેલિયાની ટી-20 શ્રેણી 11 ફેબ્રુઆરી પ્રથમ ટી-20 સીડની,13 ફેબ્રુઆરી બીજી ટી-20 સીડની,15 ફેબ્રુઆરી ત્રીજી ટી-20 કેનબેરા,18 ફેબ્રુઆરી ચોથી ટી-20 મેલબોર્ન,20 ફેબ્રુઆરી પાંચમી ટી-20 મેલબોર્ન ખાતે રમાશે.આમ શરૂઆતની ચાર મેચો બપોરે 1:40 થી જ્યારે આખરી મેચ સવારે 11:40થી શરૂ થશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved