લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન કાયદો બદલવામાં આવશે,જે આગામી 30 સપ્ટેમ્બરથી લાગુ થશે

કેન્દ્રીય બજેટમાં સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન કાયદાને નવેસરથી ઘડવાની દરખાસ્ત કરવામાં આવી છે.જેમાં ઉદ્યોગો અને સર્વિસ સેકટરમાં રાજયો પણ ભાગીદાર બની શકે તેવા ઉદેશ સાથે નવો કાયદો બનાવવામાં આવશે.જેમાં અત્યારના વર્તમાન અને નવા ઝોનને આવરી લેવામાં આવશે.નવા કાયદામાં વહીવટી સરળતા માટે પણ કદમ ઉઠાવવામાં આવશે.સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં કસ્ટમ વહીવટી કામગીરી પણ બદલવામાં આવશે અને સંપૂર્ણ ટેકનોલોજી આધારીત કરવામાં આવશે.જેને કારણે આ ઝોનમાં સામેલ એકમોને સરકારી સહિતની કામગીરીમાં સરળતા રહેશે.જે કાયદો આગામી 30 સપ્ટેમ્બર 2022થી લાગુ થશે.